26 January, 2023 02:39 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
મહિલાએ છૂટાછેડાની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી
આપણે ભલે વિકસિત સમાજમાં રહેતા હોવાનો દાવો કરીએ, પણ હકીકતમાં આજે પણ કોઈ વ્યક્તિ ખાસ કરીને મહિલા લગ્ન કરે છે, એકલી રહે છે કે છૂટાછેડા લે છે એ વિષય પર ચર્ચા થાય છે. પરંતુ જે લોકો સમાજની અવગણના કરીને પોતાની મરજી મુજબનું જીવન જીવે છે તેઓ સાચે પ્રશંસાને પાત્ર છે. આવી જ એક મહિલા છે શાશ્વતી શિવ, જેણે બહાદુરીપૂર્વક સોશ્યલ મીડિયા પર તેના છૂટાછેડાની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી છે. કૉપીરાઇટર સાશ્વતી શિવે ટ્વિટર પર તેનો કૉફી પીતો ફોટો મૂકીને કૅપ્શનમાં લખ્યું છે, ‘સ્વતંત્રતાનાં ચાર વર્ષ પૂરાં થયાં. આજે છૂટાછેડાની વર્ષગાંઠના દિવસે ખૂબ ખુશ છું.’
આ પણ વાંચો : તાલિબાનોએ મહિલાઓનાં પૂતળાંના ચહેરાને પણ ઢાંકી દીધા
લિન્ક્ડઇન પરની તેની પોસ્ટમાં તેણે એક વિગતવાર પોસ્ટ મૂકી છે, જેમાં લખ્યું છે કે ‘મારા છૂટાછેડા થયા એને ચાર વર્ષ થયાં. આ ચાર વર્ષમાં હું મારો પ્રત્યેક દિવસ મારી ઇચ્છા અનુસાર જીવી છું. વીતેલાં ચાર વર્ષમાં એટલે કે ૧૪૬૦ દિવસના પ્રત્યેક દિવસને હું ભરપૂર આનંદ અને પોતાના પ્રત્યેના અપાર પ્રેમ સાથે જીવી છું.’ હાલમાં શિવા ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા લઈ પોતાની ઓળખ સ્થાપિત કરવા ઝઝૂમી રહેલી સ્ત્રીઓ માટે ‘ડાઇવૉર્સઇઝનૉર્મલ’ નામનું એક સપોર્ટ-ગ્રુપ ચલાવી રહી છે.