Video: અરરરર! છોકરીના કાનમાં કેવી રીતે ફસાયો સાપ, વીડિયો જોઈને લોકો સ્તબ્ધ

12 September, 2022 08:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Trending Video: તાજેતરમાં વાયરલ થતા આ વીડિયોને જોઈને દરેકની સ્થિતિ ડરને માર્યે બગડી ગી છે. વીડિયોમાં એક ડૉક્ટર નાનકડા ચીપિયાની મદદથી છોકરીના કાનમાં ઘુસેલા સાપને કાઢવાનો પ્રયત્ન કરે છે. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

સોશિયલ મીડિયા (Social Media)  પર ક્યારે શું જોવા મળી જાય આ વાતનો અંદાજો ક્યારેય લગાડી શકાય નહીં. આમાંથી કેટલાક વીડિયોઝ (Videos) દિલ ખુશ કરી દેતા હોય છે, તો કેટલાક ડરને માર્યે રૂંવાટા ઊભા કરી દેતા હોય છે. તાજેતરમાં એક એવો જ વીડિયો ઇન્ટરનેટ પર દરેકની હાલત ખરાબ કરી રહ્યો છે, જેમાં એક છોકરીના કાનમાં ગયેલ (snake inside a girl`s ear) સાપ મોઢું ફાડતો દેખાય છે. વીડિયોમાં (shocking video) પીડાથી (girl suffering from pain) તરફડતી આ છોકરીનો અવાજ સાંભળીને તમે સહેમી જશો. આ વીડિયો ખરેખર ડઘાવી દેનારો છે.

અનેકવાર લોકો સાથે કેટલીય એવી ઘટનાઓ બનતી હોય છે જેના વિશે તેમણે સપનામાંય નહીં વિચાર્યું હોય, તાજેતરમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમારા પણ હ્રદયના ધબકારાં વધી જશે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક નાનકડો સાપ છોકરીના કાનમાં ઘુસી ગયો છે. આ દરમિયાન છોકરીને અજીબ હિલચાલ અનુભવાય છે, તે તરત ગભરાયા વિના, સારવાર માટે ડૉક્ટર પાસે પહોંચે છે. છોકરીના કાનમાં દેખાતો સાપ ખૂબ જ ખતરનાક દેખાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ડૉક્ટર છોકરીને બેસાડીને તેના કાનમાંથી ધીમે-ધીમે સાપને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ દરમિયાન ડૉક્ટરે પોતાના હાથમાં ગ્લવ્સ પહેરેલા છે અને નાનકડા ચીપિયાથી સાપ બહાર કાઢવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહ્યા છે. વીડિયોમાં છોકરીના કાનમાં પીળા રંગનો સાપ મોં ફાડતો જોવા મળે છે, જેના પર કાળા પટ્ટા પણ છે. જો કે, આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ઠિ થઈ નથી.

સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ (Social Media Platfform) ફેસબૂક (Facebook) પર આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો ડરી ગયા છે. આ વીડિયો શૅર કરતા કૅપ્શનમાં લખ્યું છે, `કાનમાં સાપ ગયો છે.` આ વીડિયો અત્યાર સુધી 2 લાખથી વધારે લાઇક્સ 8 હજારથી વધારે લોકોએ આ વીડિયો પર કૉમેન્ટ્સ કરી છે. વીડિયો જોયા પછી યૂઝર્સ જુદા જુદા પ્રકારના અજીબ રિએક્શન્સ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, "આ સાપને કાઢી રહ્યો છે, કે અંદર નાખી રહ્યો છે." તો અન્ય એક યૂઝરે લખ્યું, "છોકરી જંગલમાં સુઈ ગયો હતો કે?"

offbeat news offbeat videos