03 April, 2024 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ આઘાતજનક ઘટના ચેક રિપબ્લિકના પ્રાગ શહેરમાં બની હતી. ડૉક્ટરે અબૉર્શન માટે આવેલી મહિલાને બદલે જે પ્રેગ્નન્ટ મહિલા રૂટીન ચેકઅપ માટે આવી હતી તેના ચાર મહિનાના ગર્ભનું અબૉર્શન કરી નાખ્યું હતું. પ્રાગમાં આવેલી બ્યુલવકા યુનિવર્સિટી હૉસ્પિટલમાં આ ઘટના બની હતી. મહિલા રૂટીન ચેકઅપ માટે આવી હતી, પણ હૉસ્પિટલના સ્ટાફે તેને અબૉર્શન માટે દાખલ કરી દીધી હતી. જેનું અબૉર્શન કરવાનું હતું એ અન્ય પેશન્ટ હતી. જે મહિલા રૂટીન ચેકઅપ માટે આવી હતી તે વિદેશી હતી એટલે સ્ટાફ અને પ્રેગ્નન્ટ મહિલા વચ્ચે ગેરસમજ થઈ હતી એને કારણે આ ગરબડ થઈ હોવાનું માનવામાં આવે છે. સાચી હકીકત સામે આવ્યા બાદ મેડિકલ સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ચેક રિપબ્લિકમાં અબૉર્શનનો કાયદો યુરોપના અન્ય દેશોની સરખામણીમાં હળવો છે. એને કારણે અન્ય દેશની સગર્ભા અબૉર્શન માટે પ્રાગ આવે છે.