ઇલેક્ટ્રિક કારનાં ચાર્જિંગ-સ્ટેશન બનાવતી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું મહેન્દ્ર સિંહ ધોનીએ

16 July, 2024 02:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ કંપની હવે એના કાર્યને એક્સપાન્ડ કરવાનું વિચારી રહી છે એથી ઇન્વેસ્ટમેન્ટ શોધી રહી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બ્લુ સ્માર્ટ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે. બ્લુ સ્માર્ટ કંપની મોટાં શહેરોમાં ઇલેક્ટ્રિક વેહિકલ માટે ચાર્જિંગ-સ્ટેશન બનાવે છે. આ કંપની હવે એના કાર્યને એક્સપાન્ડ કરવાનું વિચારી રહી છે એથી ઇન્વેસ્ટમેન્ટ શોધી રહી હતી. તેમણે હાલમાં ૨૦૦ કરોડ રૂપિયાનું ફન્ડ ભેગું કર્યું છે જેમાં મહેન્દ્ર સિંહ ધોની પણ નવા ઇન્વેસ્ટર તરીકે આવ્યો છે. આ કંપનીમાં અગાઉ જેમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તેમણે પણ ફરી ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું છે. બ્લુ સ્માર્ટ કંપનીએ હાલમાં ૫૫૦ કરોડ રૂપિયાનું ઍન્યુઅલ રેવન્યુ રન-રેટ ક્રૉસ કર્યું છે. તેમણે ૨૦૧૯ની જાન્યુઆરીમાં ૭૦ ચાર્જિંગ-સ્ટેશન બનાવ્યાં હતાં જે હાલમાં ૭૫૦૦ જેટલાં છે.

ms dhoni mahendra singh dhoni national news new delhi life masala