14 May, 2024 12:51 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અશ્લીલ હરકતોનાં અનેક વિડીયો સામે આવતા હોય છે. એમાં પણ દિલ્હી મેટ્રોમાંથી આવ કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે. પરંતુ હવે ઓડિશામાંથી એક કપલનો વિડીયો વાયરલ (Couple Viral Video) થયો છે જેમાં બંને લવબર્ડ અશ્લીલ હરકતો કરતા જોવા મળી રહ્યા છે.
આ વિડીયોમાં શું દેખાઈ રહ્યું છે?
તમને જણાવી દઈએ કે ઓડિશામાંથી પ્રકાશમાં આવનાર આ વિડીયો (Couple Viral Video)માં એક કપલ પબ્લિક બસમાં અશ્લીલ હરકતો કરી રહ્યું છે. એક મુસાફરે આનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જે હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો ગુસ્સાથી લાલ થઈ ગયા છે. આ વિડીયો ઓડિશાના રાઉરકેલામાં CRUT બસનો છે. આ બસ મુસાફરોથી ભરેલી છે. અને આ ભીડવાળી બસમાં દંપતી ચુંબન કરતાં અને અશ્લીલ હરકતો કરતાં જોવા મળે છે. જેનો વિડીયો વાયરલ થયો છે.
આ કપલ બસની છેલ્લી હરોળમાં એક જ સીટ પર બેઠેલા દેખાઈ રહ્યા છે અને ભીડની બીક છોડીને એકમેકને ચુંબન કરતા જોઈ શકાય છે. આ વીડિયો બસમાં સવાર અન્ય પ્રવાસીએ શૂટ કર્યો છે અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શરમજનક ઘટના બની ત્યારે બસમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા.
યુઝર્સનો પિત્તો ગયો, સૌ કહી રહ્યા છે કે..
ઈન્ટરનેટ યુઝર્સે વાયરલ થયેલા આ વીડિયો (Couple Viral Video) પર પોતાની કમેન્ટ્સ આપી છે અને જાહેર સ્થળોએ આવા અશ્લીલ કૃત્યો કરતા પકડાયેલા કપલ સામે કડક કાર્યવાહીની સુધ્ધાં માંગ કરી છે. એક યુઝર તો કહી રહ્યો છે કે પોલીસે તેમને પકડીને બરાબરનો મેથીપાક આપવો જોઈએ. તો અન્ય એક યુઝરે લખ્યું કે, તેમને જેલમાં નાખો તો જ તેઓની અક્કલ ઠેકાણે આવશે.
શું કપલને આવું કરવા બદલ ફરજ પાડવામાં આવે છે?
જોકે, બીજી બાજુ એવા પણ યુઝર્સ છે જેઓએ આ કપલને સમર્થન આપ્યું છે. અને કહ્યું છે કે દંપતીને જાહેરમાં આવું કરવા માટે ફરજ પાડવામાં આવે છે.
આ વીડિયો (Couple Viral Video) ઈન્ટરનેટ પર એટલી વ્યાપક્તાથી ફેલાઈ રહ્યો છે કે લોકો તો આ વિડીયો પણ દિલ્હીનો હોવાનું કહી રહ્યા છે પણ, સત્ય તો એ છે કે આ ઘટના ઓડિશાથી પ્રકાશમાં આવી છે.
આ પહેલા દિલ્હી મેટ્રોમાં દંપતી એકમેકને કિસ કરતાં અને અશ્લીલ કૃત્યો કરતા પકડાયા છે. એટલે જ લોકો એમ પણ કહી રહ્યા છે કે પહેલા દિલ્હી મેટ્રો અને હવે ઓડિશામાં બસોમાં થતી આ અશ્લીલતાની હદ વટાવી રહી છે! એક રાષ્ટ્ર તેની સંસ્કૃતિ દ્વારા અમર રહે છે, પણ આ કૃત્યો ભારતની સંસ્કૃતિ પર લાંછન લગાડી રહ્યા છે. આ બસમાં બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનો પણ હશે! એમની કલ્પના તો શી કરવી!