03 April, 2024 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડિયોની તસવીર
આપણે જે ઘરમાં વર્ષોથી રહેતા હોઈએ એ ઘરમાં કોઈ સીક્રેટ રૂમ મળે તો? યુનાઇટેડ સ્ટેટ્સમાં એક કપલને ચાર વર્ષ બાદ પોતાના ઘરમાંથી એક ખુફિયા રૂમ મળી આવી હતી. ઓરોરા બ્લેઝિંગસ્ટાર નામની મહિલાએ કહ્યું હતું કે ‘હું ઘરના બેઝમેન્ટમાં કાર્પેટ હટાવી રહી હતી ત્યારે એક સ્લાઇડિંગ દીવાલવાળો દરવાજો જોવા મળ્યો હતો. અમારું આ સ્લાઇડિંગ વૉલ તરફ ધ્યાન જ નહોતું ગયું, કારણ કે એની આગળ એક મોટી બુકશેલ્ફ હતી.’ કપલનું કહેવું છે કે આ રૂમનો ઉપયોગ કોઈકે જે-તે વખતે બૉમ્બ શેલ્ટર, પૅનિક રૂમ અને ગન સેફ રૂમ તરીકે કર્યો હશે. આપણને એવો સવાલ થાય કે આ સીક્રેટ રૂમમાં શું હશે? કપલને આ રૂમમાં લાઇટ સ્વિચ અને બલ્બ દેખાયાં જે હજી પણ કામ કરતાં હતા.