25 November, 2022 10:24 AM IST | Lima | Gujarati Mid-day Correspondent
પ્લેન-ક્રૅશમાંથી ઊગરી ગયા બાદનો કપલનો સેલ્ફી
કોઈ પણ જીવલેણ હોનારતમાંથી ઊગરી ગયા બાદ મોટા ભાગના લોકો આઘાતમાં સરી પડતા હોય છે, ઈજાગ્રસ્ત હોય છે તથા પોતાના સ્નેહીજનોને ફોન કરીને પોતાનું ક્ષેમકુશળ જણાવતા હોય છે.
જોકે પેરુના લિમામાં જ્યૉર્જ ચાવેઝ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર બપોરે ૩.૩૦ વાગ્યે એક ફાયર ટ્રક પ્લેનમાં ધસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાંથી આબાદ ઊગરી ગયા બાદ આ યુગલે સેલ્ફી લીધો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ અકસ્માતમાં રનવે પરના બે ફાયર ફાઇટર્સે જીવ ગુમાવ્યો હતો, પણ કોઈ પૅસેન્જર્સનું મૃત્યુ થયું નહોતું. આ અકસ્માતમાંથી કોઈ પણ પ્રકારની ઈજામાંથી બચી ગયેલા એક યુગલે બૅકગ્રાઉન્ડમાં ક્ષતિગ્રસ્ત પ્લેન આવે એ રીતે સેલ્ફી લીધો હતો. આ ફોટો તત્કાળ ઑનલાઇન વાઇરલ થઈ ગયો હતો. આ સેલ્ફી જોઈને નેટિઝન્સ શૉક્ડ થયા છે.