13 September, 2024 03:38 PM IST | Helsinki | Gujarati Mid-day Correspondent
ઓલિવર અને તેની ગર્લફ્રેન્ડ હેલેના તોમાઝેવસ્કા અને તેમણે ખરીદેલો ટાપુ
ક્યારેક જીવનમાં એવી ઑફર સામે આવી જાય છે જેની કલ્પના આપણે ન કરી શકીએ. જેટલું રોકાણ કરીને લોકો મુંબઈમાં એક ઘર મેળવવા માટે વલખાં મારતા હોય છે એટલી કિંમતમાં તો ૨૪ વર્ષના ઓલિવર રસેલ નામના યુવાનને જબરો જૅકપૉટ લાગ્યો છે. હાફ-અમેરિક અને હાફ-ફિનિશ એવા ઓલિવર અને તેની ગર્લફ્રેન્ડ હેલેના તોમાઝેવસ્કા અવારનવાર ફિનલૅન્ડના ટાપુઓ પર ફરવા જવાનાં શોખીન હતાં. એ શોખે તેમને મસ્ત ડીલ અપાવી દીધી. ફિનલૅન્ડમાં લગભગ ૧,૭૮,૦૦૦થી વધુ ટાપુઓ છે. આ ટાપુ એકથી પાંચ એકર જેટલી જ જમીન ધરાવે છે. થોડા સમય પહેલાં તેમને ખબર પડી કે કોઈકને અઢી કરોડનો ટાપુ વેચવો છે અને કિંમત માત્ર ૩૩,૦૦૦ યુરો જેટલી એટલે કે લગભગ ૨૬ લાખ રૂપિયા જેટલી જ છે. યુગલે આ તકને ઝડપી લીધી. ૨૦૨૪ના માર્ચ મહિનામાં જ તેમણે આ ટાપુ ખરીદી લીધો. અહીં તેમણે કોઈ મોટું અને પાકું ઘર બનાવ્યું નથી. લાકડાની કૅબિન અને ટેન્ટ હાઉસ બનાવ્યું છે અને ઉનાળાની રજાઓ તેઓ હવે આ ટાપુ પર ગાળે છે.