રહેવાલાયક આખેઆખું સ્ટેશન-હાઉસ વેચાવા મુકાયું

06 March, 2023 01:15 PM IST  |  Edinburgh | Gujarati Mid-day Correspondent

આ પ્રૉપર્ટી મેગ ઑફ સૉટ્રી સાથે એક રસ્ટન ડીઝલ શન્ટર, બે વૅગન અને એક ગાર્ડ વૅન પણ આવે છે.

રહેવાલાયક આખેઆખું સ્ટેશન-હાઉસ વેચાવા મુકાયું

યુકેના સ્કૉટલૅન્ડ કાઉન્ટીનું ન્યુ કૅસલટનનું સૉટ્રી સ્ટેશન મૂળ ૧૮૬૭નું છે, પરંતુ એના હાલના માલિકે ૧૯૯૦માં રહેણાક ઉપયોગ માટે એમાં ફેરફાર કર્યા છે. આ રૂપાંતરિત સ્ટેશન-હાઉસ સાથે પોતાની ખાનગી માલિકીની રેલવે અને લોકોમોટિવ સાથે તેમણે પાંચ લાખ પાઉન્ડ (લગભગ ૪.૯૧ કરોડ રૂપિયા)માં વેચવા મૂક્યું છે.

રૉક્સબર્ગશરમાં આવેલી આ વિચિત્ર મિલકતમાં ૬ બેડરૂમ અને ૬ બાથરૂમ છે તથા અદ્ભુત મનોરમ્ય દૃશ્યો ઑફર કરે છે. ઘરની ઉત્તરે જૂનું રેલવે પ્લૅટફૉર્મ અને ટ્રૅક સાથે અગાઉની રેલવેલાઇન છે, જે હજી પણ ખાનગી રેલવે તરીકે કામ કરે છે.  આ પ્રૉપર્ટી મેગ ઑફ સૉટ્રી સાથે એક રસ્ટન ડીઝલ શન્ટર, બે વૅગન અને એક ગાર્ડ વૅન પણ આવે છે.

સ્કૉટિશ બૉર્ડર્સ પર આવેલું આ ઘર પથ્થરનું બનેલું છે, જેમાં બે વિશાળ લિવિંગરૂમ છે, એમાંથી એક સીટિંગરૂમમાં ગામઠી શૈલીના લાકડાના સ્ટવ વગેરે છે. સીટિંગરૂમની બહાર એક બેડરૂમ વિન્ગ છે, જેમાં યુટિલિટી એરિયા, બાથરૂમ અને બેડરૂમ છે.

offbeat news scotland united kingdom international news