15 October, 2024 04:13 PM IST | New york | Gujarati Mid-day Correspondent
એક પઝલનો ફોટો
પહેલાં તો નોકરી મળશે કે નહીં એની ચિંતા રહેતી હતી, પણ હવે નોકરીની અરજી કરવા મળશે કે નહીં એ સવાલ ઊભો થઈ ગયો છે. હવે કોઈ કંપની નોકરી માટે અરજી કરતાં પહેલાં KBC રમે તો ચિંતા જ થાયને. સોશ્યલ સાઇટ રેડિટ પર મુકાયેલી પોસ્ટ આ મૂંઝવણનું કારણ છે. એક યુઝરે એક પઝલનો ફોટો પોસ્ટ કર્યો છે. એ ફોટો પ્રમાણે તેણે એક કંપનીમાં સિનિયર સેલ્સ પોઝિશન માટે અરજી કરવી હતી, પણ સામેથી આ ફરફરિયું આવ્યું કે ૧૫ મિનિટમાં આઇક્યુ ટેસ્ટના ૫૦ સવાલના જવાબ આપો, પછી અરજી કરો. આ ભાયડાએ એ ૫૦ સવાલના જવાબ ૧૫ મિનિટમાં આપીય દીધા. તેના કહેવા પ્રમાણે તેણે ચૅટજીપીટીને પણ પાછળ હડસેલી દીધું. એક સવાલ હતો કે ‘પૅટર્ન પૂરી કરવા માટે નીચેનામાંથી કયું બૉક્સ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આવશે?’