04 November, 2022 10:43 AM IST | London | Gujarati Mid-day Correspondent
લંડનમાં અત્યારથી જ ક્રિસમસની રોનક
લંડનમાં ક્રિસમસ લાઇટિંગ્સનું વાર્ષિક પ્રદર્શન શરૂ થઈ ગયું છે. જોકે વીજસંકટની અસર એના પર પણ જોવા મળી રહી હોય એમ ઑક્સફર્ડ સ્ટ્રીટ પર લાઇટિંગના પ્રદર્શનની સમયમર્યાદા ઘટાડી દેવામાં આવી છે. આ વર્ષે તહેવારોની મોસમમાં બપોરે ૩થી રાતે ૧૧ વાગ્યા સુધી લાઇટિંગ ચાલુ રખાશે.