12 May, 2024 02:27 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ક્રિસ અને હિલેરી
કોરોના મહામારી દરમ્યાન દુનિયાભરના દેશોમાં લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી હતી. એ વખતે અમેરિકાના એક કપલને આઇડિયા આવ્યો કે આપણે એવું ઘર બનાવીએ જેને સાથે લઈને જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકાય. એ પછી ક્રિસ અને હિલેરી નામનાં પતિ-પત્નીએ નૉર્થ કૅરોલિનામાં આવેલું પોતાનું ઘર વેચીને મસમોટી બસમાં આલીશાન ઘર બનાવી દીધું હતું. આવક માટે બન્નેએ પર્મનન્ટ વર્ક ફ્રૉમ હોમ હોય એવી નોકરી શોધી લીધી હતી. હવે તેઓ બસમાં રહીને, બસ લઈને મનગમતાં સ્થળોએ ફર્યા કરે છે. આ કપલ સોશ્યલ મીડિયા પર ‘ફ્યુઅલ ફૉર વન્ડર’ નામે ફેમસ છે. તેઓ પોતાની જર્નીના સુંદર વિડિયો બનાવીને પોસ્ટ કરતાં રહે છે. તેમના ફૉલોઅર્સની સંખ્યા ૮ લાખને પાર થઈ ગઈ છે અને અત્યાર સુધી તેમના વિડિયોને ૯ કરોડથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.