૨૦૩૦ સુધીમાં પચીસથી ૪૪ વર્ષની ૪૫ ટકા જેટલી મહિલાઓ સિંગલ રહેતી હશે, બાળક પણ નહીં લાવે

23 September, 2024 03:15 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનમાં લગ્ન ન કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એવી જ ચિંતા અન્ય દેશોમાં પણ થવા માંડી છે. સામાજિક અને આર્થિક કારણોથી યુવાનોમાં લગ્ન ન કરવાનું ચલણ વધ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં લગ્ન ન કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એવી જ ચિંતા અન્ય દેશોમાં પણ થવા માંડી છે. સામાજિક અને આર્થિક કારણોથી યુવાનોમાં લગ્ન ન કરવાનું ચલણ વધ્યું છે. એમાં પણ મહિલાઓની સ્થિતિ વધુ ચિંતા કરાવે એવી છે. કારણ કે મહિલાઓમાં એકલી રહેવાનું પ્રમાણ વધુ છે. એક સર્વે પ્રમાણે ૨૦૩૦ના વર્ષ સુધી પચીસથી ૪૪ વર્ષના વયજૂથની ૪૫ ટકા મહિલાઓ સિંગલ હશે એટલે કે લગ્ન નહીં કરે. એટલું જ નહીં, આ મહિલાઓ સંતાનો પણ નહીં લાવે. અત્યારની મહિલાઓ લગ્નને બદલે પર્સનલ ગ્રોથ અને કારકિર્દીને વધુ પ્રાધાન્ય આપે છે. સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે યુવાન વયે લગ્ન કરીને પછી ૩૦-૪૦ વર્ષની વયે મહિલાઓમાં છૂટાછેડા લેવાની અને બીજી વાર લગ્ન ન કરવાની શક્યતા વધારે હોય છે. આમાં પણ આર્થિક સ્વતંત્રતા અને વ્યક્તિગત પ્રાથમિકતા જ જવાબદાર છે. આવનારા સમયમાં મહિલાઓ વધુ સ્વતંત્ર અને સ્વનિર્ભર બનશે અને સમાજ તથા અર્થવ્યવસ્થા પર એની સીધી અસર જોવા મળશે. 

china offbeat news international news life masala