પોલીસ-અધિકારી ૧૧ વર્ષ સુધી વૃદ્ધ દંપતીનો મૃત પુત્ર બનીને રહ્યો

24 October, 2024 02:16 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

વૃદ્ધ દંપતીનો પુત્ર મૃત્યુ પામ્યો હોય પછી હીરો એ મૃત પુત્ર બનીને સધિયારો બનતો હોય એવી ફિલ્મો બહુ જોઈ, પણ ચીનમાં તો આવી ઘટના સાચે બની.

જિયાંગ અને વૃદ્ધ દંપતી ૧૧ વર્ષ સુધી વિડિયો કૉલ થકી મળતાં હતાં

વૃદ્ધ દંપતીનો પુત્ર મૃત્યુ પામ્યો હોય પછી હીરો એ મૃત પુત્ર બનીને સધિયારો બનતો હોય એવી ફિલ્મો બહુ જોઈ, પણ ચીનમાં તો આવી ઘટના સાચે બની. શાંક્સી પ્રાંતમાં રહેતા જિયા ઝાન્હાઈ અને તેમનાં પત્ની લિયાંગ કિયાઓયિંગે ૨૦૦૩માં ગૅસ ગળતરમાં પુત્ર ગુમાવ્યો હતો. અકસ્માતમાં માતા લિયાંગ પણ અક્ષમ થયાં હતાં. વૃદ્ધ દંપતીથી પુત્રવિયોગ ખમાતો નહોતો એટલે જિયાએ પત્ની લિયાંગને પુત્ર જીવે છે અને દૂર ક્યાંક નોકરી કરે છે એવું જુઠ્ઠાણું કહ્યું. એક ટીવી કાર્યક્રમમાં દંપતીએ શાંઘાઈના પોલીસ-અધિકારી જિયાંગને જોયા અને પોતાનો મૃત પુત્ર સમજી બેઠાં, કારણ કે જિયાંગ તેમના પુત્ર જેવો જ દેખાતો હતો. એક રિયલિટી શો દ્વારા જિયાએ જિયાંગનો સંપર્ક કર્યો. વૃદ્ધની વાત સાંભળીને જિયાંગ પુત્ર બનવા તૈયાર થઈ ગયા. જિયાંગ અને વૃદ્ધ દંપતી ૧૧ વર્ષ સુધી વિડિયો કૉલ થકી મળતાં હતાં. પોલીસ-અધિકારીના પરગજુ સ્વભાવની વાત સોશ્યલ મીડિયામાં ખૂબ વખણાઈ રહી છે.

china international news news offbeat news world news social media