ચીનના લોકોએ હવે રિટાયરમેન્ટ માટે કરવું પડશે વધુ કામ

26 July, 2024 02:02 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનના લોકોનું ઍવરેજ આયુષ્ય વધુ છે એથી રિટાયરમેન્ટ બાદ ત્યાંની સરકાર તેમને ઘણાં વર્ષ સુધી પેન્શન આપે છે

ચાઈનાનાં વર્કર

ચીનમાં હવે એક નવો નિયમ બહાર પાડવાની ચર્ચા ચાલી રહી છે એને કારણે ત્યાંના લોકોએ રિટાયરમેન્ટ માટે વધુ કામ કરવું પડશે. ચીનના લોકોનું ઍવરેજ આયુષ્ય વધુ છે એથી રિટાયરમેન્ટ બાદ ત્યાંની સરકાર તેમને ઘણાં વર્ષ સુધી પેન્શન આપે છે. આ પેન્શનના બજેટ પર ખૂબ અસર પડી રહી છે અને એને કારણે સરકાર રિટાયરમેન્ટની ઉંમર વધારવાનું પ્લાનિંગ કરી રહી છે. ૧૯૬૦માં ચીનમાં લોકોનું ઍવરેજ આયુષ્ય ૪૪ વર્ષનું હતું જે ૨૦૨૧માં ૭૮ વર્ષ થઈ ગયું છે અને ૨૦૫૦ સુધીમાં ૮૦ વર્ષ થશે. ચીનમાં બર્થ-રેટનો રેશિયો ઓછો થઈ રહ્યો છે અને વૃદ્ધોનું પ્રમાણ સતત બીજા વર્ષે પણ વધી રહ્યું છે. ચીનમાં હાલમાં પુરુષ માટે રિટાયરમેન્ટ માટેની ઉંમર ૬૦ છે અને મહિલાઓ માટે પંચાવન વર્ષ. આ પ્રમાણે ચાલતું રહ્યું તો ૨૦૩૫ સુધીમાં ચીન પાસે પેન્શન યોજના માટે જે ફન્ડ છે એ પૂરું થઈ જશે. આથી સરકાર હવે રિટાયરમેન્ટ માટેના વર્ષ માટે ચર્ચા કરી રહી છે અને ૨૦૨૯ સુધીમાં એ ઉંમર નક્કી કરવામાં આવશે.

offbeat news international news china life masala