હેપી ન્યુ યર...

10 February, 2024 01:56 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

નવા વર્ષ નિમિત્તે ઠેર-ઠેર ડ્રેગનની આકૃતિ મૂકવામાં આવી છે.

ડ્રેગન

ચીનમાં અત્યારે તહેવારોની મોસમ ચાલી રહી છે અને ચાઇનીઝ લોકો પૂરા ઉત્સાહ - ઉમંગથી નવા વર્ષને આવકારી રહ્યા છે. આ વર્ષ છે ડ્રૅગનનું. સામાન્યપણે ડ્રૅગન એટલે આગ ઓકતો રાક્ષસ, પણ ચાઇનીઝ સંસ્કૃતિમાં ડ્રૅગન પાવર, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે એટલે એની રીતસરની પૂજા થાય છે. નવા વર્ષ નિમિત્તે ઠેર-ઠેર ડ્રેગનની આકૃતિ મૂકવામાં આવી છે. પાટનગરના બીજિંગમાં એક પાર્કમાં રોશનાઈથી સજ્જ ડ્રૅગન સાથે નવા વર્ષના સેલિબ્રેશન માટે લોકો ભેગા થયા હતા.

offbeat news international news china