ચાઇનીઝ યુવકે બુદ્ધને કહ્યું, ‘મને ૧૧.૮૩ કરોડ રૂપિયા અને ગર્લફ્રેન્ડ જોઈએ છે’

07 May, 2023 09:05 AM IST  |  Sichuan | Gujarati Mid-day Correspondent

આ વાઇરલ વિડિયોમાં ઝેંગ બુદ્ધની આ ઊંચી પ્રતિમાના કાન પાસે ઍરપૉડના આકારનું એક વિશાળ સ્પીકર લઈને ગયો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ચીનમાં ઝેંગ સરનેમ ધરાવતા એક યુવકનો વિડિયો અત્યારે વાઇરલ થઈ રહ્યો છે. તેણે પોતાના ખરાબ નસીબથી કંટાળીને ભગવાનને વિશેષ પ્રાર્થના કરવાનું નક્કી કર્યું અને એ માટે તે ચીનના પૂર્વીય ઝેજિયાંગ પ્રાંતથી સિચુઆન પ્રાંત ગયો હતો, જેથી તે અહીં ભગવાન બુદ્ધની ૭૧ મીટર ઊંચી પ્રતિમાનાં દર્શન કરી શકે અને ભગવાનને વિશેષ પ્રાર્થના કરી શકે. આ વાઇરલ વિડિયોમાં ઝેંગ બુદ્ધની આ ઊંચી પ્રતિમાના કાન પાસે ઍરપૉડના આકારનું એક વિશાળ સ્પીકર લઈને ગયો હતો, જેથી તે બુદ્ધને કાનમાં પોતાની પ્રાર્થના કહી શકે. જોકે એમ કરવા જતાં તે મોટેથી બોલ્યો અને તેની વિનંતીની બધાને જાણ થઈ ગઈ.

આ વિડિયોમાં તે કહેતો જોવા મળ્યો હતો કે ‘જાયન્ટ બુદ્ધા, તમે જાણો છો કે હું ૨૭ વર્ષનો છું. મારી પાસે કાર, ઘર કે ગર્લફ્રેન્ડ નથી. પહેલાં તો હું રિચ બનવા ઇચ્છું છું. મને વધારે નહીં, માત્ર એક કરોડ યુઆન (૧૧.૮૩ કરોડ રૂપિયા) જોઈએ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે હું ગર્લફ્રેન્ડ ઇચ્છું છું, જે સુંદર અને નાજુક હોય.’

offbeat news international news china