સ્વસ્થ રહેવા અને પૈસા બચાવવા ચીની યુવતી પિગ-ફૂડ ખાય છે

08 November, 2024 11:25 AM IST  |  Chongqing | Gujarati Mid-day Correspondent

ચીનની સિચુઆન ફાઇન આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રૅજ્યુએટ થયેલી કૉન્ગ યુફેંગ નામની યુવતી પિગ-ફૂડ એટલે કે ભૂંડનું ખાણું ખાય છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આજકાલ લોકોને સ્વસ્થ રહેવા માટે ડાયટ ફૂડનું ઘેલું લાગ્યું છે. લોકો જાતજાતની ડાયટ અપનાવે છે, પણ ચીનની સિચુઆન ફાઇન આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રૅજ્યુએટ થયેલી કૉન્ગ યુફેંગ નામની યુવતી પિગ-ફૂડ એટલે કે ભૂંડનું ખાણું ખાય છે. તેના ઘરમાં કોથળો ભરીને પિગ-ફૂડ રાખ્યું છે. કૉન્ગ પોતે તો ખાય જ છે, પણ સોશ્યલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરીને બીજાને પણ પિગ-ફૂડ ખાવાની પ્રેરણા આપે છે. કૉન્ગના કહેવા પ્રમાણે પિગ-ફૂડમાં સોયબીન, મગફળી, તેલ, મકાઈ અને વિટામિન હોય છે એટલે એમાં હાઈ પ્રોટીન અને લો ફૅટ હોય છે. આ બધો કુદરતી ખોરાક છે અને એને ગરમ પાણીમાં નાખીને તે ખાય છે. તેના કહેવા પ્રમાણે દૂધમાં ઓટ્સ નાખીએ અને જેવી સુગંધ આવે એવી જ સોડમ આમાં આવે છે. એના સ્વાદ વિશે કૉન્ગ કહે છે કે એનો સ્વાદ ખટમીઠો છે અને સહેજ પણ ભાવે એવું નથી, પણ મેં અઠવાડિયા સુધી આ જ ખાવાનું નક્કી કર્યું છે. કારણ કે એ ઓછામાં ઓછા ખર્ચે રહેવાની ચૅલેન્જ આપી રહી છે અને ભૂંડનું ૧૦૦ ગ્રામ ભોજન માત્ર ૩૫ રૂપિયામાં મળે છે.

china offbeat news international news