ચીનનો કર્મચારી જીત્યો ૩૬૫ દિવસની પેઇડ લીવ ઇનામમાં

15 April, 2023 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનમાં એક કર્મચારીની સૌકોઈને ઈર્ષ્યા થઈ રહી છે. તેની કંપનીમાં રીસન્ટ‍્લી એક ઍક્ટિવિટી યોજાઈ હતી.

પ્રતિકાત્મક તસવીર

ચીનમાં એક કર્મચારીની સૌકોઈને ઈર્ષ્યા થઈ રહી છે. તેની કંપનીમાં રીસન્ટ‍્લી એક ઍક્ટિવિટી યોજાઈ હતી, જેમાં કર્મચારીઓને જુદા-જુદા નંબરની ટિકિટ આપવામાં આવી હતી. એમાં લકી વિજેતાઓને જુદાં-જુદાં ઇનામ આપવામાં આવ્યાં હતાં. આ ઍક્ટિવિટીમાં ચીનનો એક કર્મચારી ૩૬૫ દિવસની પેઇડ લીવનું ઇનામ જીત્યો હતો.
ચાઇનીઝ સોશ્યલ મીડિયા પર એક અઠવાડિયાથી સર્ક્યુલેટ થઈ રહેલા એક વાઇરલ વિડિયોમાં એક યંગ મૅન એક બૅન્ક્વેટ હૉલમાં એક ચૅરમાં બેસેલો જોઈ શકાય છે, જેના હાથમાં વિશાળ સાઇન જોવા મળે છે અને એના પર લખવામાં આવ્યું છે, ‘૩૬૫ દિવસની પેઇડ લીવ.’
તરત જ ચીનના મેઇનસ્ટ્રીમ ન્યુઝ મીડિયાનું ધ્યાન ખેંચાયું અને તેમણે એ વ્યક્તિ અને જ્યાં આ ઍક્ટિવિટી યોજાઈ હતી એ સ્થળ પણ શોધી કાઢ્યું હતું. શેનઝેનની એક કંપની દ્વારા ઍન્યુઅલ મીટિંગમાં આ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં કંપનીનું મૅનેજમેન્ટ એના કર્મચારીઓની તાણ ઘટાડવા ઇચ્છતું હતું અને સાથે જ કર્મચારીઓને એક ઍક્ટિવિટી દ્વારા મજેદાર ઇનામ પણ આપવા માગતું હતું.

offbeat news china