બનાવટમાં ચીનાઓને કોઈ ન પહોંચે, ઝૂમાં શાર્કના નામે રોબો ગોઠવી દીધો

17 October, 2024 03:09 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનનો માલ તકલાદી હોય છે એ આખી દુનિયા જાણે છે. ‘ચલે તો રાત તક, નહીં તો ચાંદ તક’ એવી કહેવત પડી ગઈ છે. આખા જગતને છેતરતા ચીને હવે પોતાના નાગરિકોને પણ નથી છોડ્યા

જિયાઓમિશા સી વર્લ્ડ

ચીનનો માલ તકલાદી હોય છે એ આખી દુનિયા જાણે છે. ‘ચલે તો રાત તક, નહીં તો ચાંદ તક’ એવી કહેવત પડી ગઈ છે. આખા જગતને છેતરતા ચીને હવે પોતાના નાગરિકોને પણ નથી છોડ્યા. એમાં તો ‘ઓળખીતો સિપાહી બે દંડા વધુ મારે’ એવી છેતરપિંડી થઈ છે. બન્યું એવું કે ચીનના શેનજેનમાં જિયાઓમિશા સી વર્લ્ડ છે.

આ ઝૂની એક જાયન્ટ શાર્ક લોકોના આકર્ષણનું કેન્દ્ર હતી. સામાન્ય રીતે ૬૦ ફુટ લાંબી શાર્ક સૌથી વિશાળ માછલી ગણાય છે એટલે લોકો ખાસ આ જાયન્ટ શાર્ક જોવા સી વર્લ્ડમાં આવતા હતા. જ્યારે એ શાર્ક સામે આવતી ત્યારે લોકો અભિભૂત થઈ જતા, પણ કેટલાક લોકોએ ધ્યાનથી શાર્ક જોઈ ત્યારે એ સાચુકલી નહીં પણ રોબો હોવાની ખબર પડી. શાર્કનું શરીર ખાલી ખોખા જેવું અને અંદર ઇલેક્ટ્રૉનિક આઇટમ લાગેલી હતી. પોતે છેતરાયા હોવાનું લાગ્યું એટલે લોકોએ હોબાળો મચાવ્યો. જિયાઓમિશા સી વર્લ્ડના સંચાલકોએ કબૂલ કર્યું કે ‘વ્હેલ શાર્ક રાખવાનું અને એનો વેપાર કરવાનું પ્રતિબંધિત છે એટલે અમે રોબો શાર્ક લાવ્યા, એમાં લોકોને છેતરવાનો અમારો કોઈ હેતુ નહોતો.

china international news social media world news offbeat news