મમ્મીએ બે બાળકોને ૨૩મા માળના ફ્લૅટની બહાર ACના કૉમ્પ્રેસર પર બેસાડી દીધાં

20 October, 2024 11:02 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

તાત્કાલિક ફાયર-બ્રિગેડે આવીને બન્ને બાળકોને હેમખેમ ઉતાર્યાં હતાં

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મધ્ય ચીનમાં રૂંવાંડાં ઊભાં થઈ જાય એવી ઘટના ૧૦ ઑક્ટોબરે બની હતી. ફ્લૅટના ૨૩મા માળે રહેતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો એટલે ઉશ્કેરાયેલી પત્નીએ દીકરાં-દીકરીને બારીની બહાર લગાડેલા ઍર-કન્ડિશનરના કૉમ્પ્રેસર યુનિટ પર બેસાડી દીધાં હતાં. આટલીબધી ઊંચાઈએ કોઈ જ જાતની સુરક્ષા વિના બેસાડી દેવાતાં બાળકો હેબતાઈ ગયાં હતાં. છોકરી તો ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડી અને છોકરો સૂનમૂન થઈ ગયો. પાડોશીઓએ બાળકોનો રડવાનો અવાજ સાંભળ્યો અને પોલીસને જાણ કરી. તાત્કાલિક ફાયર-બ્રિગેડે આવીને બન્ને બાળકોને હેમખેમ ઉતાર્યાં હતાં. હવે તપાસ ચાલી રહી છે.

viral videos china offbeat news international news