બ્રહ્માંડમાં ‘ભગવાનનો હાથ’ જેવો લાગતો નેબ્યુલા

13 May, 2024 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટો ચિલીમાં બ્લૅન્કો ટેલિસ્કોપથી કૅપ્ચર કરવામાં આવ્યો હતો.

નેબ્યુલા CG4ની તસવીર

અમેરિકાની સ્પેસ એજન્સી નૅશનલ ઍરાનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન એટલે કે NASAએ શૅર કરેલો આ વખતનો ‘સ્પેસ ફોટો ઑફ ધ વીક’ રહસ્યમય અને અચંબિત કરી દેનારો છે. નાસાએ એને ‘ભગવાનનો હાથ’ કહ્યો છે, કેમ કે આ ફોટોમાં બ્રહ્માંડમાં એક આકૃતિ દેખાય છે જેને જોઈને એવું લાગે છે જાણે કોઈ સર્વોચ્ચ શક્તિ હાથ લાંબા કરી રહી છે. આ અદ્ભુત આકાર નેબ્યુલા છે જે તારો તૂટ્યા બાદ બચી ગયો હતો. આ નેબ્યુલા CG4 નામે ઓળખાય છે જે ૧૩૦૦ પ્રકાશવર્ષ દૂર છે. CG4 ગૅસ અને ધૂળનું બનેલું વાદળ છે જ્યાં તારાઓ જન્મે છે. આ ફોટો ચિલીમાં બ્લૅન્કો ટેલિસ્કોપથી કૅપ્ચર કરવામાં આવ્યો હતો.

offbeat videos offbeat news social media international space station