03 October, 2024 04:16 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
બાળકોએ પીળા રંગની ફરારી કારને વૉટર કલરથી ચીતરી નાખી
વૈભવ, વિલાસની સાથેસાથે રૂપિયાના વેડફાટ માટે દુબઈ શહેર આખા વિશ્વમાં જાણીતું છે. દુબઈમાં એક બર્થ-ડે પાર્ટી યોજાઈ હતી એમાં છોકરાંવને મજા કરાવવા માટે ૫૦,૦૦,૦૦૦ ડૉલરની ફરારી રમવા આપી દીધી હતી. બાળકોએ પીળા રંગની ફરારી કારને વૉટર કલરથી ચીતરી નાખી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. સ્વાભાવિક રીતે લાખો લોકોએ આ વિડિયો જોઈને જાતજાતની પ્રતિક્રિયા આપી છે.