15 December, 2024 06:49 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
વિજય કુમાર સાવ અને ચંચલાદેવી
બિહારના જહાનાબાદનાં એક અનોખાં લગ્ન આજકાલ ચર્ચામાં છે. વાત વિજય કુમાર સાવ અને ચંચલાદેવીની છે. બન્ને એકમેકને બાળપણથી પ્રેમ કરતાં હતાં, પણ પરિવારોના વિરોધને કારણે તેમનાં લગ્ન ન થઈ શક્યાં અને તેમણે બીજા કોઈ સાથે પરણવું પડ્યું. જોકે વિધિના લેખ જુઓ કે વિજય કુમારની પત્નીનું તથા ચંચલાદેવીના પતિનું અકાળ અવસાન થઈ ગયું અને કિસ્મતે બન્નેને ભેગાં કરી દીધાં. બન્નેના પરિવારવાળા જોકે હજીયે તેમનાં લગ્નની વિરુદ્ધ હતાં એટલે આ વખતે તેમના વિરોધને ગણકાર્યા વગર નાનપણના પ્રેમીઓએ એક મંદિરમાં જઈને લગ્ન કરી લીધાં.