હાથમાં ૧૩ અને પગમાં ૧૨ એમ ૨૫ આંગળીઓ સાથે પેદા થયું આ બાળક

22 July, 2024 04:42 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

૨૦૨૩માં રાજસ્થાનના ડીગ જિલ્લામાં એક બાળકીનો જન્મ થયો હતો જેના હાથ-પગમાં કુલ ૨૬ આંગળીઓ હતી.

હાથમાં ૧૩ અને પગમાં ૧૨ એમ ૨૫ આંગળીઓ સાથે પેદા થયું આ બાળક

કર્ણાટકમાં બાગલકોટમાં જન્મેલું એક નવજાત બાળક ચર્ચામાં છે. કોન્નર ગામની ભારતી નામની એક મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો તેને કુલ પચીસ આંગળીઓ છે. પોલિડક્ટાઇલી તરીકે ઓળખાતા આ ડિસઑર્ડરમાં બાળક હાથ કે પગમાં પાંચ-પાંચ કરતાં વધુ આંગળીઓ સાથે જન્મે છે.

બાગલકોટની સનશાઇન હૉસ્પિટલમાં જન્મેલા આ બાળકને જમણા હાથમાં છ અને ડાબા હાથમાં સાત આંગળી છે, જ્યારે બન્ને પગમાં છ-છ આંગળીઓ છે. જોકે આ ઇન્ડિયા માટે રેકૉડબ્રેક કિસ્સો નથી. ૨૦૨૩માં રાજસ્થાનના ડીગ જિલ્લામાં એક બાળકીનો જન્મ થયો હતો જેના હાથ-પગમાં કુલ ૨૬ આંગળીઓ હતી. તેના બન્ને હાથમાં સાત અને બન્ને પગમાં છ આંગળીઓ હતી.

bengaluru karnataka national news rajasthan offbeat news