છત્તીસગઢમાં ૧૬ વર્ષની છોકરીએ જીભ કાપીને શિવલિંગ પર ચડાવી, બે દિવસ સાધના કરી

05 January, 2025 05:54 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

છત્તીસગઢના સક્તિ જિલ્લાના એક ગામમાં અગિયારમા ધોરણમાં ભણતી ૧૬ વર્ષની આરુષિ ચૌહાણ નામની એક સ્ટુડન્ટે તેની જીભ કાપીને શિવલિંગને ચડાવી દીધી હતી અને પછી બે દિવસ શિવમંદિરમાં સાધના કરી હતી

પ્રતીકાત્મક તસવીર

છત્તીસગઢના સક્તિ જિલ્લાના એક ગામમાં અગિયારમા ધોરણમાં ભણતી ૧૬ વર્ષની આરુષિ ચૌહાણ નામની એક સ્ટુડન્ટે તેની જીભ કાપીને શિવલિંગને ચડાવી દીધી હતી અને પછી બે દિવસ શિવમંદિરમાં સાધના કરી હતી. આ ઘટના સોમવારે બની હતી અને બે દિવસ સુધી આ છોકરી મંદિરમાંથી બહાર આવી નહોતી. સરકારી અધિકારીઓ અને પોલીસની ટીમ તેને પકડવા આવી ત્યારે ગામવાસીઓએ તેમનો રસ્તો રોકી દીધો હતો અને તેમને મંદિરમાં જવા દીધાં નહોતાં.

આરુષિએ જીભ કાપતાં પહેલાં નોટ લખી હતી કે તે સોમવારે જીભ કાપીને શિવલિંગ પર ચડાવશે અને પછી તે બે દિવસ સાધનામાં લીન રહેશે, જો એ પહેલાં તે ઊઠી જશે તો તેનું મર્ડર થઈ જશે. પોલીસ અને સરકારી કર્મચારીઓને રોકતાં આરુષિના પરિવારજનોએ કહ્યું હતું કે આરુષિએ બાધા રાખી હતી અને તેથી તે દર સોમવારે શિવજીના મંદિરમાં પૂજા કરતી હતી. સાધના બાદ તેની હાલત ઠીક છે.

chhattisgarh national news news offbeat news religion religious places