દીકરાની સ્કૂલ ૨૦ કિલોમીટર દૂર હતી એટલે પિતાએ બૅટરીવાળી સાઇકલ બનાવી આપી

10 October, 2024 05:28 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

માણસનો વ્યવસાય અને રસરુચિ વ્યવહારમાં ઝળક્યા વિના ન રહે. રાયપુરના સાઇકલ મેકૅનિક અને વેલ્ડર સંતોષ સાહુના કિસ્સામાં પણ આવું જ થયું. તેમના દીકરા કિશોર કુમારની સ્કૂલ ગામથી ૨૦ કિલોમીટર દૂર હતી.

રાયપુરના સાઇકલ મેકૅનિક અને વેલ્ડર સંતોષ સાહુ

માણસનો વ્યવસાય અને રસરુચિ વ્યવહારમાં ઝળક્યા વિના ન રહે. રાયપુરના સાઇકલ મેકૅનિક અને વેલ્ડર સંતોષ સાહુના કિસ્સામાં પણ આવું જ થયું. તેમના દીકરા કિશોર કુમારની સ્કૂલ ગામથી ૨૦ કિલોમીટર દૂર હતી. કિશોરને સ્કૂલ જવા માટે બસ મળતી હતી, પણ પાછા આવતી વખતે બસ નહોતી મળતી એટલે ૨૦ કિલોમીટર ચાલવું પડતું હતું. કિશોરને તકલીફ પડતી જોઈને પિતા સંતોષે યુટ્યુબ જોઈને બૅટરીવાળી સાઇકલ બનાવી હતી. માત્ર ૬ કલાકમાં ફુલ ચાર્જ થઈને ૮૦ કિલોમીટરનું અંતર કાપનારી આ સાઇકલ બની છે ૨૦૨૧માં, પણ સોશ્યલ મીડિયામાં અત્યારે વાઇરલ થઈ છે. એ વિડિયો જોયા પછી લોકો સંતોષને આવી જ સાઇકલ બનાવવાના ઑર્ડર આપવા માંડ્યા છે. સંતોષ સાહુએ ૪ સાઇકલ તો બનાવી પણ આપી.

raipur chattisgarh social media national news offbeat news