08 August, 2024 10:45 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
રેલવે-સ્ટેશન
ABCD બોલતાં વાર લાગે એટલી જ વાર આ રેલવે-સ્ટેશનનું નામ બોલતાં લાગે, કારણ કે ABCDમાં ૨૬ આલ્ફાબેટ છે અને આ નામ પણ ૨૬ અક્ષરનું છે. ભારતીય રેલને પણ આટલું લાંબું નામ રાખવા માટે બહુ લાંબું ગૌરવ છે. ભારતીય રેલવેએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘એક્સ’ના અકાઉન્ટ પર આ સ્ટેશનનો ફોટો મૂકીને લખ્યું છે, ‘તમને ખબર છે કે ચેન્નઈ રેલવે-સ્ટેશનનું નામ ઇન્ડિયન રેલવે-સ્ટેશનોમાં સૌથી લાંબું છે.’ ચેન્નઈ રેલવે-સ્ટેશનનું નામ ૨૦૧૯ની પાંચમી એપ્રિલે બદલીને ‘પુરાતાચી થલાઇર ડૉ. એમ. જી. રામચંદ્રન સેન્ટ્રલ રેલવે-સ્ટેશન’ રાખવામાં આવ્યું હતું. એમ. જી. રામચંદ્રનને તો આપણે ઓળખીએ જ છીએ. તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા. તામિલ ફિલ્મોના સુપરસ્ટાર અને અભિનેત્રી જયલલિતાને રાજકારણી જયલલિતા બનાવવામાં પણ તેમનો મોટો ફાળો હતો. હસ્તી આટલી મોટી હોય તો રેલવે-સ્ટેશનનું નામ પણ લાંબું જ રાખવું પડેને.