11 February, 2025 06:56 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ચેન્નઈમાં સ્પાઇડરમૅનથી લઈને હૅરી પૉટર જેવા સુપરહીરોઝ અને કૉમિક કૅરૅક્ટર્સનો મેળો ભરાયો હતો
ગયા શનિ-રવિવારે ચેન્નઈમાં સ્પાઇડરમૅનથી લઈને હૅરી પૉટર જેવા સુપરહીરોઝ અને કૉમિક કૅરૅક્ટર્સનો મેળો ભરાયો હતો. ચેન્નઈના સૌથી મોટા ટ્રેડ સેન્ટર હૉલમાં ચેન્નઈ કૉમિક કૉન એક્ઝિબિશન યોજાયું હતું. એમાં દુનિયાભરના સુપરહીરોઝને રિપ્રેઝન્ટ કરતાં પુસ્તકો, વિડિયો, ઍપ્સ અને મર્ચન્ડાઇઝનો મેળો હતો. એ એક્ઝિબિશનમાં કેટલાંય બાળકો પોતાના મનપસંદ સુપરહીરો કે કૉમિક કૅરૅક્ટરના કૉસ્ચ્યુમ્સ પહેરીને આવ્યાં હતાં.