ફાસ્ટૅગના નિયમોમાં કરવામાં આવ્યા છે બદલાવ- ચેન્જ કરવામાં નહીં આવે તો અકાઉન્ટ થશે બ્લૅક લિસ્ટ

01 August, 2024 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાસ્ટૅગને સાથે હવે નો યૉર કસ્ટમર (KYC) વેરિફિકેશન જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

કારમાં આવતા ફાસ્ટૅગના નિયમો આજથી બદલાઈ ગયા છે. આ નિયમોને કારણે યુઝરે તેમના ફાસ્ટૅગમાં જરૂરી બદલાવ કરાવવા પડશે. આ નિયમોને બદલવા પાછળનું કારણ ટોલનાકા પર પૈસા કલેક્ટ કરવા માટે જે સમય લાગે છે એને ઓછો કરવાનો છે. ફાસ્ટૅગને સાથે હવે નો યૉર કસ્ટમર (KYC) વેરિફિકેશન જરૂરી છે. તેમ જ પાંચ વર્ષ કે એનાથી જૂનો ફાસ્ટૅગ હોય તો એને રિપ્લેસ કરાવવો પડશે. ત્રણ વર્ષ જૂનું ફાસ્ટૅગ-અકાઉન્ટ હશે તો એમાં પણ ફરીથી KYC વેરિફિકેશન કરાવવું પડશે. આ પ્રોસેસ માટે ૩૧ ઑક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. પહેલી ઑગસ્ટથી ૩૧ ઑક્ટોબર સુધીમાં આ પ્રોસેસ કરવામાં ન આવી તો અકાઉન્ટને બ્લૅક લિસ્ટ કરી દેવામાં આવશે. નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે એમાં એક નિયમ એવો પણ છે કે કારની નંબર-પ્લેટ અને મોબાઇલ-નંબરની સાથે હવે કારનો શૅસ‌િ નંબર પણ અકાઉન્ટ સાથે લિન્ક કરવાનું રહેશે. આથી એક ફાસ્ટૅગનો હવે બીજી કારમાં ઉપયોગ ન કરે એ માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.

offbeat news national news india life masala