જપાનનું મૂન મિશન સ્લિમ ચંદ્રની સપાટી પર લૅન્ડ થયું એમાં ભારતના ચંદ્રયાન-ટૂએ મદદ કરેલી

01 February, 2024 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેએએક્સએના જણાવ્યા મુજબ ‘ભારતીય સ્પેસક્રાફ્ટ ચંદ્રયાન-ટૂ દ્વારા મૂનની ટૉપોગ્રાફી રેકૉર્ડ કરવામાં આવી હતી તેમ જ જેએએક્સએ લૅન્ડરના નેવિગેશન કૅમેરા દ્વારા તસવીર મેળવવામાં આવી હતી.

જપાનનું ‘સ્માર્ટ લૅન્ડર ફૉર ઇન્વેસ્ટિગેશન મૂન

જપાનનું ‘સ્માર્ટ લૅન્ડર ફૉર ઇન્વેસ્ટિગેશન મૂન’ (એસએલઆઇએમ) લૅન્ડર ૨૦ જાન્યુઆરીએ ચંદ્રની સપાટી પર ઊતર્યું હતું. જપાનની સ્પેસ એજન્સી ‘જપાન ઍરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી’ (જેએએક્સએ)ના કહેવા મુજબ લૅન્ડર લૅન્ડિંગ માટે નક્કી કરેલી જગ્યાથી લગભગ પંચાવન મીટર પૂર્વમાં લૅન્ડ થયું હતું. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે જપાનના આ મૂન મિશનમાં ભારતનું પણ યોગદાન છે. વાસ્તવમાં ચંદ્રયાન-ટૂ તરીકે ઓળખાતા ભારતના બીજા મૂન મિશને જેએએક્સએ લૅન્ડરને ચંદ્ર સુધી પહોંચવામાં મદદ કરી છે. ટેક્નિકલ રીતે આ મિશન નિષ્ફળ માનવામાં આવે છે, પરંતુ એનું ઑર્બિટર હજી પણ ભારત અને અન્ય દેશોનાં લૅન્ડર્સને મદદ કરી રહ્યું છે.

જેએએક્સએના જણાવ્યા મુજબ ‘ભારતીય સ્પેસક્રાફ્ટ ચંદ્રયાન-ટૂ દ્વારા મૂનની ટૉપોગ્રાફી રેકૉર્ડ કરવામાં આવી હતી તેમ જ જેએએક્સએ લૅન્ડરના નેવિગેશન કૅમેરા દ્વારા તસવીર મેળવવામાં આવી હતી. આ બન્નેની મદદથી ૫૦ મીટરની ઊંચાઈએ એચટૂ (બીજી ઉડાન) દરમ્યાન ફોટો તૈયાર કર્યા હતા. આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને જ લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વાતનો જૅપનીઝ સ્પેસ એજન્સીએ સોશ્યલ મીડિયામાં પણ ઉલ્લેખ કર્યો હતો.

offbeat videos offbeat news japan chandrayaan 3