આ એક પીત્ઝાની કિંમત છે ૧.૬૩ લાખ

07 May, 2023 09:01 AM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

પાઇના પીસની તૈયારી માટે ખરીદાયેલી ગ્રોસરીનું બિલ લગભગ ૭૭,૧૫૨ રૂપિયા થયું હતું

પીત્ઝા

ખાનગી સેલિબ્રિટી શેફે તેના ક્લાયન્ટ માટે ૨૦૦૦ ડૉલર (લગભગ ૧.૬૩ લાખ રૂપિયા)નો પીત્ઝા તૈયાર કરી તેના વૈભવશાળી જીવનની ઝલક આપી હતી. શેફ બ્રુક બેવ્સ્કીએ પીત્ઝા બનાવવા માટે શૉપિંગ, કુકિંગ તેમ જ સર્વિંગ એમ તમામ પાસાં પર કામ કર્યું હતું, જે માટે તેણે લૉસ ઍન્જલસ કાઉન્ટીની તમામ સુપરમાર્કેટ ચેઇનનો લાભ લીધો હતો.

પાઇના પીસની તૈયારી માટે ખરીદાયેલી ગ્રોસરીનું બિલ ૯૪૪ ડૉલર (લગભગ ૭૭,૧૫૨ રૂપિયા) થયું હતું, જે એક સામાન્ય અમેરિકનના એક મહિનાના ગ્રોસરીના બિલ ૩૪૮ ડૉલર (લગભગ ૨૮,૪૪૧ રૂપિયા) કરતાં ઘણું વધુ હતું. આ ગ્રોસરી આઇટમ્સમાં ઑર્ગેનિક અંજીર, ઍડપ્ટોજેનિક મશરૂમ પાઉડર, ઑર્ગેનિક બદામ, ફણગાવેલાં ધાન્યનો ગ્લુટેનમુક્ત લોટ, તેલ અને ઇરેબોન પાણીની બે બૉટલનો સમાવેશ છે.  શેફ બ્રુક બેવ્સ્કીએ એના મેકિંગનો વિડિયો ટિકટૉક પર શૅર કર્યો છે. 

offbeat news international news los angeles