ઘરમાં પ્રવેશવા માટે આ બિલાડી વાડ કૂદીને મોશન સેન્સર્સ બંધ કરે છે

03 January, 2023 09:31 AM IST  |  Cambridgeshire | Gujarati Mid-day Correspondent

બિલ્લીમાસી ઇઝીએ આ રીતે દરવાજા પર એની હાજરીની જાણ કરી ત્યારે ઘણું આશ્ચર્ય થયું હતું

બિલ્લીમાસી ઇઝી

ઇંગ્લૅન્ડના કૅમ્બ્રિજશરની રહેવાસી અમાન્દા ડેથની બિલાડી ઘરની અંદર આવવા માટે ઘરની વાડ કુદાવીને પોસ્ટબૉક્સ પર કૂદીને દરવાજાની બેલના મોશન સેન્સર્સને ઑફ કરે છે, જેથી ઘરની અંદર રહેલી અમાન્દાને જાણ થાય કે બિલાડી ઘરમાં આવવા માગે છે.

જ્યારે સૌપ્રથમ વાર અમાન્દીની માત્ર આઠ મહિનાની બિલ્લીમાસી ઇઝીએ આ રીતે દરવાજા પર એની હાજરીની જાણ કરી ત્યારે ઘણું આશ્ચર્ય થયું હતું. જોકે હવે આ રીતે એ ઘરમાં આવવા માટેનો સંકેત આપે છે એ સમજાઈ ગયું છે.

ઇઝી એના પંજાની મદદથી ઝાડની વેલનો આધાર લઈને પોસ્ટબૉક્સ પર ચડ્યા બાદ દરવાજાની બેલનું મોશન સેન્સર ઑફ કરી ઘરમાં આવવાનો સંકેત આપે છે. આ ઉપરાંત એ ટૂવે ટૉક ફીચરનો ઉપયોગ કરી દરવાજા પર મ્યાઉંનો અવાજ પણ કરતી રહે છે. જ્યારથી આ પદ્ધતિ શોધી છે ત્યારથી ઇઝીએ અનેક વખત એનો ઉપયોગ કર્યો છે, કેમ કે એના કાચના દરવાજામાં કૅટફ્લૅપ બેસાડવાની શક્યતા નથી.

offbeat news international news england