બીચ પર ૩૦ ફુટની ફિનવ્હેલનું કંકાલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું

06 May, 2023 08:35 AM IST  |  Yorkshire | Gujarati Mid-day Correspondent

મહાકાય કંકાલ ટૂરિસ્ટોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

ફિનવ્હેલનું કંકાલ

ઇંગ્લૅન્ડના પૂર્વ યૉર્કશરના બ્રિડલિંગ્ટન નજીકના સમુદ્રમાં મુશ્કેલી વેઠતી જોવા મળેલી  ૫૫ ફુટની સસ્તન ફિનવ્હેલનું મંગળવારે મૃત્યુ થયા બાદ એનું મહાકાય કંકાલ ટૂરિસ્ટોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સ્થાનિક કાઉન્સિલે આરોગ્ય તેમ જ મહાકાય વ્હેલને માન આપવાના હેતુથી લોકોને કંકાલથી દૂર રહેવા જણાવ્યા છતાં લોકોનાં ટોળાં આ મહાકાય કંકાલને જોવા તથા એની સાથે સેલ્ફી લેવા ઊમટી રહ્યાં હતાં. અગાઉ આ વ્હેલને બીચ પરથી દૂર કરવા માટે એનું વિચ્છેદન કરવાનો નિર્ણય લેવાયો હતો, પણ હવે સ્થાનિક કાઉન્સિલે એને કૉન્ટ્રૅક્ટર્સ સાથે મળીને વિચ્છેદ કર્યા વિના જ બીચ પરથી દૂર કરવાનું ઠરાવ્યું હતું. વ્હેલના મૃત્યુનું કારણ જાણવા સ્થાનિક કાઉન્સિલ દરિયાઈ નિષ્ણાતોની મદદ મેળવશે. જોકે એક માન્યતા એવી પણ છે કે એ વ્હેલ કદાચ અસ્વસ્થતાને લીધે મૃત્યુ પામી હશે. 

offbeat news international news