હવેનાં મશીનો સુશી પણ બનાવશે અને કેક પણ બેક કરશે

08 June, 2024 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજાં કેટલાંક મશીનો કેક અને કુકીઝ જેવી ચીજો તૈયાર કરીને એનું પૅકિંગ પણ કરી નાખે છે.

મશીન

ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં એકદમ અલગ જ લેવલનું ઑટોમેશન થાય એવાં મશીનો અને આપમેળે જાત-જાતની વાનગીઓ તૈયાર કરી લેતા રોબો ફૂડ પ્રોસેસરોનું એક્ઝિબિશન યોજાયું છે. એમાં એક મશીનમાં રૉ મટીરિયલ નાખવાથી એ સુશી તૈયાર કરી નાખી શકે છે અને બીજાં કેટલાંક મશીનો કેક અને કુકીઝ જેવી ચીજો તૈયાર કરીને એનું પૅકિંગ પણ કરી નાખે છે.

વજન ઉતારવા બદલ કૅશ બોનસ

ઇન્સ્ટા૩૬૦ નામની એક ચાઇનીઝ ટેક કંપનીએ પોતાના મેદસ્વી કર્મચારીઓને વજન ઉતારવા બદલ કૅશ બોનસ આપવાનું શરૂ કરતાં એક વર્ષમાં ૧૫૦ કર્મચારીઓએ ભેગા મળીને કુલ ૮૦૦ કિલો વેઇટલૉસ કર્યું હતું અને કંપનીએ એ માટે ૯,૮૦,૦૦૦ યુઆન બોનસમાં આપ્યા હતા.

offbeat news life masala tokyo