ભોપાલની અનોખી ‘બુલેટ ટ્રેન’

26 October, 2023 07:50 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

એ લારી અલગ ન પડે એ માટે નીચે બામ્બુ વડે એને જોડવામાં આવી છે

ભોપાલની અનોખી ટ્રેન

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થવામાં હજી ત્રણ-ચાર વર્ષ લાગશે, પરંતુ એ પહેલાં ભોપાલમાં ટ્રૅક્ટરથી ચાલતી બુલેટ ટ્રેન જોવા મળી હતી. ભારતને જુગાડુ દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. વળી જરૂરિયાત હોય અને પૂરતા રૂપિયા ન હોય તો આવો જુગાડ મહત્ત્વનો સાબિત થઈ શકે છે. આ વિડિયોમાં રસ્તા પર એક ટ્રૅક્ટર જોવા મળે છે અને એની સાથે અંદાજે ૨૫ હાથલારી જોડેલી છે. એ લારી અલગ ન પડે એ માટે નીચે બામ્બુ વડે એને જોડવામાં આવી છે. હાથલારીમાં ઘણો સામાન ભરેલો છે. એક વ્યક્તિ ટ્રૅક્ટર ચલાવે છે, તો પાછળના ભાગમાં પણ એક વ્યક્તિ છે. વળી રસ્તા પર એ સરળતાથી આગળ વધે છે. આવું માત્ર આપણે ત્યાં જ જોવા મળી શકે એવી ટિપ્પણી કેટલાક લોકોએ કરી છે. એક યુઝરે કહ્યું કે એ વળાંક કઈ રીતે લેશે?

bhopal offbeat news national news