પૉપસિંગર બ્રિટની સ્પિયર્સ પોતાને જ પરણી ગઈ

23 October, 2024 01:21 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

સૅમ અસગરી સાથે લગ્ન કર્યાના ૧૪ મહિના પછી મે ૨૦૨૩માં છૂટાછેડા લીધા હતા. બ્રિટનીએ સૅમ પહેલાં જેસન ઍલેક્ઝાન્ડર અને કેવિન ફેડરલાઇન સાથે પણ લગ્ન કર્યાં હતાં. તેને ૧૮ અને ૧૯ વર્ષના બે દીકરા પણ છે

અમેરિકન પૉપસિંગર બ્રિટની સ્પિયર્સે

અમેરિકન પૉપસિંગર બ્રિટની સ્પિયર્સે પોતાની સાથે જ લગ્ન કરી લીધાં છે. ૨૦મી તારીખે ઇન્સ્ટાગ્રામ પર તેણે નવવધૂઓ પહેરે એવા ગાઉન સાથે ફોટો પોસ્ટ કરીને ‘ગોળધાણા’ ખવડાવ્યા હતા. ૪૨ વર્ષની સ્પિયર્સે પોતાની સાથે લગ્ન કરવાને અત્યાર સુધીનું સૌથી શાનદાર કામ ગણાવ્યું છે. તેણે સૅમ અસગરી સાથે લગ્ન કર્યાના ૧૪ મહિના પછી મે ૨૦૨૩માં છૂટાછેડા લીધા હતા. બ્રિટનીએ સૅમ પહેલાં જેસન ઍલેક્ઝાન્ડર અને કેવિન ફેડરલાઇન સાથે પણ લગ્ન કર્યાં હતાં. તેને ૧૮ અને ૧૯ વર્ષના બે દીકરા પણ છે.

britney spears america instagram social media international news news offbeat news united states of america