07 December, 2025 11:16 AM IST | Britain | Gujarati Mid-day Correspondent
બ્રિટનમાં આર્મીમાં ઑફિશ્યલી ટ્રેઇનિંગ માટે ચોક્સ પ્રકારની કમ્પ્યુટર વિડિયો ગેમ્સ વાપરવામાં આવે છે.
વિડિયો ગેમ્સ હંમેશાં કંઈ ટાઇમપાસનું સાધન અને સમય વેડફવાનું જ માધ્યમ નથી. જો એનો સાચો ઉપયોગ કરવામાં આવે તો એનાથી તાલીમનું કામ પણ શક્ય છે. બ્રિટનમાં આર્મીમાં ઑફિશ્યલી ટ્રેઇનિંગ માટે ચોક્સ પ્રકારની કમ્પ્યુટર વિડિયો ગેમ્સ વાપરવામાં આવે છે. બ્રિટનની આર્મીના ચીફ ઑફિસરે જ આ વાતનો ખુલાસો કર્યો છે. તેમનું માનવું છે કે ચોક્કસ પ્રકારની વિડિયો ગેમ્સ રમવાથી અસલી લડાઈમાં પણ ફાયદો થાય છે. ‘કૉલ ઑફ ડ્યુટી’ જેવી ગેમ્સથી સૈનિકોમાં ડ્રોનને કન્ટ્રોલ કરવાની સ્કિલ સુધરે છે. રિયલ લાઇફ ટ્રેઇનિંગ માટે જે સંસાધનો વપરાય છે અને ખર્ચો થાય છે એની સરખામણીએ કમ્પ્યુટર ટ્રેઇનિંગ દરમ્યાન ખર્ચ ઓછો થાય છે અને જવાનો પોતાની રીતે પ્રૅક્ટિસ કરીને સ્કિલને વધુ શાર્પ કરી શકે છે. સૈન્યની ક્ષમતા સુધારવા માટે વિડિયો ગેમ કૉમ્પિટિશનની પણ શરૂઆત કરવામાં આવી છે. એને ઇન્ટરનૅશનલ ડિફેન્સ ઈ-સ્પોર્ટ્સ ગેમ નામ આપવામાં આવ્યું છે.