25 November, 2024 04:36 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કાર ફૂલોથી નહીં, પણ શાકભાજી અને ફળોથી સજાવેલી
લગ્ન હોય ત્યારે મિત્રો વરરાજાની ખાસ સેવામાં હાજર થઈ જાય છે, પણ જ્યારે મિત્રો તોફાની હોય તો ટાંગખિંચાઈ માટે પણ તૈયાર રહેવું પડે. સોશ્યલ મીડિયામાં @cars_mixcher_page નામના
ઇન્સ્ટાગ્રામ-પેજ પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક દુલ્હા માટે સજાવેલી કાર ઘરેથી નીકળે છે એ જોઈને લોકો હક્કાબક્કા રહી જાય છે.
કાર ફૂલોથી નહીં, પણ શાકભાજી અને ફળોથી સજાવેલી હોય છે. કારમાં ચોતરફ લીલાં મરચાં, રીંગણ અને કેળાં ચીટકાડેલાં જોવા મળે છે. આવું કરવાનું કારણ શું? મિત્રોએ આ દુલ્હાને આપેલી સરપ્રાઇઝ તેને જિંદગીભર યાદ રહી જાય એવી છે.