30 November, 2024 02:29 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના હમીરપુરમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન થયું હતું અને એમાં સુરૌલીની યુવતીનાં લગ્ન ખરૌંજ ગામના યુવક સાથે નક્કી થયાં હતાં. વાજતેગાજતે જાન માંડવે આવી પહોંચી. રાતે સામૂહિક વરમાળા કાર્યક્રમ હતો એમાં કન્યાએ વરને જોતાંની સાથે જ લગ્ન કરવાની ના પાડી દીધી. માંડવામાં હોહા થઈ ગઈ. બધા યુવતીને સમજાવવા લાગ્યા, પણ યુવતીએ ત્યાંથી જ પ્રેમીને ફોન કર્યો અને લગ્ન કરવા માટે પૂછ્યું. પ્રેમીએ ના પાડી દીધી એટલે નિરાશ થયેલી યુવતીએ સામે ઊભેલા વરરાજાના ગળામાં હાર પહેરાવી દીધો. વિવાદ શમી ગયો અને જાન કન્યાને લઈને જતી રહી.