ત્રીજા ધોરણના ટાબરિયા પાસે સ્કૂલે લખાવ્યું, ‘રાતે બાથરૂમ જઈને મેં નિયમ તોડ્યો’

28 September, 2024 03:11 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

જોકે શિક્ષણ-વિભાગે ૧૦૦૦ નકલ છાપવાનો આદેશ કરનાર સ્કૂલને ૧૪ યુએસ ડૉલરનો દંડ કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

શિસ્ત અને નિયમ હોવા જ જોઈએ, પણ માણસને બંધન લાગે એવા ન હોવા જોઈએ. ચીનની એક બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થી રાતે બાથરૂમ ગયો ત્યારે તેને આત્મચિંતન લખવા અને એની એક હજાર નકલ વહેંચવાની સજા કરવામાં આવી હતી. શાંક્સી પ્રાંતની યુનડોંગ સેકન્ડરી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને રાતે ૧૧ વાગ્યે બાથરૂમ જવાનું થયું, પણ વિદ્યાર્થીઓને બોર્ડિંગ સ્કૂલમાં રાતે ૧૦.૪૫ વાગ્યા પછી હરવા-ફરવાની મનાઈ છે અને કરફ્યુની ૧૫ મિનિટ પછી આ વિદ્યાર્થી બાથરૂમ ગયો હતો. શિક્ષકને આ ગંભીર ઘટનાની ખબર પડી એટલે ઘૂંઆપૂંઆ થઈ ગયા અને ત્રીજા ધોરણના ટાબરિયાને આત્મમંથન લખવાની સજા ફટકારી. પાછું એ આત્મમંથનની એક હજાર નકલ વહેંચવાનો આદેશ પણ કર્યો અને ક્લાસના મલ્લ્લી ડિસિપ્લન સ્કોરમાંથી માર્ક પણ કાપી નાખ્યા. નાનકડા છોકરાએ આત્મચિંતનમાં લખ્યું, ‘રાતે બાથરૂમ જઈને મેં સ્કૂલના નિયમોનું ગંભીર રીતે ઉલ્લંઘન કર્યું છે. બીજા વિદ્યાર્થીઓની ઊંઘ જ નથી બગાડી, પણ મારા ક્લાસને પણ શરમમાં મૂકી દીધો છે.’ જોકે શિક્ષણ-વિભાગે ૧૦૦૦ નકલ છાપવાનો આદેશ કરનાર સ્કૂલને ૧૪ યુએસ ડૉલરનો દંડ કર્યો છે.

china offbeat news international news beijing Education