મદદ માટે કૉલ કરનાર બ્લૅક મહિલાને શૂટ કરી અમેરિકન પોલીસે

26 July, 2024 01:26 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એ કૅમેરાનાં ફુટેજમાં જણાયા મુજબ મદદ માટે ફોન કરનાર બ્લૅક મહિલાને પોલીસે શૂટ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ઇલિનૉઇમાં એક ગજબનો કિસ્સો બન્યો છે. અમેરિકા એના પ્રેસિડન્ટના ઇલેક્શનને લઈને સતત ચર્ચામાં છે ત્યારે ત્યાં એક વિચિત્ર ઘટના બની છે. અમેરિકાની પોલીસના યુનિફૉર્મમાં કૅમેરા બેસાડાયેલા હોય છે. એ કૅમેરાનાં ફુટેજમાં જણાયા મુજબ મદદ માટે ફોન કરનાર બ્લૅક મહિલાને પોલીસે શૂટ કરી હતી. આ મહિલાના ઘરમાં કોઈ ઘૂસી ગયું હોવાનો અહેસાસ થતાં તેણે ૯૧૧ નંબર પર ફોન કર્યો હતો, જે પોલીસ હેલ્પલાઇન નંબર છે. પોલીસ જ્યારે ઘરે આવી ત્યારે તેણે આઇડેન્ટિફિકેશન ડૉક્યુમેન્ટ માગ્યા હતા. ૩૬ વર્ષની બ્લૅક મહિલા મેસી જ્યારે એ શોધી રહી હતી ત્યારે વાઇટ પોલીસ-ઑફિસર સીન ગ્રેસન ઘરમાં દાખલ થયો હતો. મેસી ત્યારે એક વાસણમાં પાણી ગરમ કરી રહી હતી. પોલીસે ગૅસ બંધ કરવાનું કહ્યું એ દરમ્યાન મેસી ગૅસ પરનું વાસણ ઉપાડી રહી હતી. ત્યારે અચાનક પોલીસે બંદૂક દેખાડીને તેને વાસણ નીચે મૂકી દેવા કહ્યું. મેસીને કશી સમજ નહોતી પડતી કે શું કરવું? તે કાઉન્ટર પાછળ જઈને પોતાને બચાવી રહી હતી ત્યારે પોલીસે તેને શૂટ કરી દીધી હતી. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને આ ઘટનાને દુખદ ગણાવી છે.

offbeat news international news world news united states of america