બસના ટાયરની નીચે આવ્યો છતાં બાઇકરનો જીવ હેલ્મેટે બચાવ્યો

14 December, 2022 11:21 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ટ્રાફિક ટેક્નૉલૉજીને કારણે આમાંની ઘણી દુર્ઘટનાઓ કૅમેરામાં ઝિલાઈ જાય છે,

બસના ટાયરની નીચે આવ્યો છતાં બાઇકરનો જીવ હેલ્મેટે બચાવ્યો

કોઈ ભયાવહ અકસ્માતમાં બચી જાય ત્યારે આપણે ‘રામ રાખે તેને કોણ ચાખે’ એવી વાત કહીએ છીએ, પરંતુ ઘણી વખત આવી દુર્ઘટનાનું નજીકથી નિરીક્ષણ કરીએ તો માનવસર્જિત શોધ જ મુખ્ય હીરો હોય છે. દેશમાં હાઇવે અને શહેરના રસ્તાઓ પર દરરોજ હજારો અકસ્માત થાય છે. ટ્રાફિક ટેક્નૉલૉજીને કારણે આમાંની ઘણી દુર્ઘટનાઓ કૅમેરામાં ઝિલાઈ જાય છે, પરંતુ બહુ ઓછી દુર્ઘટનાને ઑનલાઇન પ્રસારિત કરવામાં આવે છે, કારણ કે એ પૈકી ઘણી આઘાતજનક હોય છે.

તાજેતરમાં ​ટ્‍વિટર પર એક ક્લિપ શૅર કરવામાં આવી હતી, જેમાં એક બાઇકચાલક સ્પીડબ્રેકર પરથી સ્લિપ થયા બાદ બસના પાછળના ટાયરની નીચે આવી જાય છે. જોકે તેણે હેલ્મેટ પહેરી હોવાથી તે બચી જાય છે. બસ-ડ્રાઇવર પણ બ્રેક મારે છે અને થોડી જ સેકન્ડમાં તે વ્યક્તિ બસની નીચેથી બહાર આવી જાય છે અને ઘટનાસ્થળે હાજર લોકો તેને ત્યાંથી ખસેડી લે છે. તે વ્યક્તિ પોતે ધીમે-ધીમે ચાલીને ત્યાંથી ખસે છે. એક યુઝરે લખ્યું કે કૃપા કરીને મને હેલ્મેટની બ્રૅન્ડનું નામ આપો. જે કંપની આ હેલ્મેટ બનાવે છે તેણે આ વિડિયોને તેના માર્કેર્ટિંગ માટે ઉપયોગમાં લેવું જોઈએ. બીજા યુઝરે લખ્યું કે હેલ્મેટ તો ઓરિજિનલ છે જ, પરંતુ ડ્રાઇવરે પણ પોતાનું કામ સમજદારીપૂર્વક કર્યું છે.

offbeat news viral videos international news