બિકાનેરના મૂછશિરોમણિ

11 January, 2025 06:03 PM IST  |  Bikaner | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે રાજસ્થાનના બિકાનેરમાં શરૂ થયેલા ઇન્ટરનૅશનલ કૅમલ ફેસ્ટિવલમાં ગિરધર વ્યાસે પોતાની મૂછોની લંબાઈ દેખાડી હતી.

ગિરધર વ્યાસ

ગઈ કાલે રાજસ્થાનના બિકાનેરમાં શરૂ થયેલા ઇન્ટરનૅશનલ કૅમલ ફેસ્ટિવલમાં ગિરધર વ્યાસે પોતાની મૂછોની લંબાઈ દેખાડી હતી. ૩૮ ફુટ લાંબી મૂછ ધરાવતા ગિરધર વ્યાસનો દાવો છે કે તેમની મૂછો જગતમાં સૌથી લાંબી છે. ૧૯૮૫થી મૂછ વધારવાની શરૂ કરનાર ગિરધર વ્યાસની મૂછ બન્ને બાજુએ ૧૯-૧૯ ફુટની છે.

૨૦૨૫ ફીટ લાંબી પાઘડી બાંધવાનો રેકૉર્ડ

રાજસ્થાનના બિકાનેરમાં ગઈ કાલે શરૂ થયેલા ઇન્ટરનૅશનલ કૅમલ ફેસ્ટિવલમાં ટર્બન-આર્ટિસ્ટ પવન વ્યાસે ૨૦૨૫ ફીટની પાઘડી બાંધીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. આ વિક્રમ માટે તેને વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્‍સે સર્ટિફિકેટ આપ્યું હતું. પવન વ્યાસે આ પાઘડી અડધા કલાકમાં કોઈ પણ પિન કે ગુંદર વાપર્યા વગર બાંધી હતી.

rajasthan bikaner guinness book of world records national news news offbeat news