12 January, 2025 04:39 PM IST | Bikaner | Gujarati Mid-day Correspondent
કૅમલનાં કમાલનાં કરતબ
રાજસ્થાનના બિકાનેરમાં ઇન્ટરનૅશનલ કૅમલ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે એમાં રાજસ્થાની પરંપરાઓની ઝલક જોવા મળે છે. જોકે આ વખતના ફેસ્ટિવલમાં તો પશુપાલકોએ પોતાનાં ઊંટને પણ જાતજાતનાં કરતબ કરવાની તાલીમ આપી છે. એક નાનકડા પ્લૅટફૉર્મ પર ચડીને ઊંટભાઈ આગલા પગે જૉગિંગ કરતા હોય એવી વિડિયો-ક્લિપ્સ હવે વાઇરલ થઈ રહી છે તો એક કરતબમાં તો ઊંટભાઈ આગળના બે પગ ઊંચા કરીને પાછલા બે પગે એટલા સીધા ઊભા રહી જાય છે કે જોનારાની ગરદન દુખી જાય.