08 May, 2023 01:59 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
રાજેશકુમાર નામના એ વરરાજાએ પોતાની ભાવિ પત્ની રિન્કુ કુમારીને હાર પહેરાવ્યો એ પછી તેને રિન્કુની બહેન પુતુલનો ફોન આવ્યો કે જો તેં રિન્કુ સાથે લગ્ન કર્યાં તો હું બિલ્ડિંગ પરથી કૂદી જઈશ
બિહારમાં વરરાજાએ લગ્ન સમારોહને વચ્ચે અટકાવી દીધાે અને કહ્યું કે હું તો વધૂની બહેનને પ્રેમ કરું છું. રાજેશકુમાર નામના એ વરરાજાએ પોતાની ભાવિ પત્ની રિન્કુ કુમારીને હાર પહેરાવ્યો એ પછી તેને રિન્કુની બહેન પુતુલનો ફોન આવ્યો કે જો તેં રિન્કુ સાથે લગ્ન કર્યાં તો હું બિલ્ડિંગ પરથી કૂદી જઈશ. એ પછી રાજેશે પોતાનાં લગ્ન અટકાવી દીધાં અને પોતાના પરિવારને કહ્યું કે હું કન્યાની બહેન પુતુલના પ્રેમમાં છું. એ પછી બન્ને પરિવાર વચ્ચે ભારે ધાંધલધમાલ થઈ હતી. પરિણામે પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે બન્ને પરિવારને બેસીને સમગ્ર વિવાદનો ઉકેલ લાવવા કહ્યું હતું. કન્યાની બહેન પુતુલ છપરામાં પરીક્ષા આપવા જતી હતી ત્યારથી બન્ને એકમેકને ઓળખતાં હતાં અને પ્રેમમાં પડ્યાં હતાં. બન્નેની વાત સાંભળીને પરિવારજનોએ બન્ને પ્રેમીઓને એક કરવાનો નિર્ણય લીધો હતો.