ચાલતી જીપની છત પરથી પડવાનો કૉલેજિયનોનો ખતરનાક સ્ટન્ટ

24 January, 2025 04:26 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

વિડિયો જોઈને સોશ્યલ મીડિયા પર લોકો આવો સ્ટન્ટ કરવા બદલ સ્ટુડન્ટ‍્સ પર ભડક્યા છે, પણ કોઈએ એવી કમેન્ટ કરી છે કે આ બધું જાણીજોઈને કરવામાં આવ્યું હોય

ચાલતી જીપની છત પરથી પડવાનો કૉલેજિયનોનો ખતરનાક સ્ટન્ટ

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે ધસમસતી આવતી એક થાર જીપની છત પર બેઠેલા ત્રણ યંગસ્ટર જીપને અચાનક બ્રેક લાગતાં નીચે પડે છે. આ વિડિયો મધ્ય પ્રદેશના ભોપાલનો હોવાનું કહેવાય છે. છોકરાઓ બારમા ધોરણના છે અને પોતાની ફેરવેલ પાર્ટીમાં જઈ રહ્યા હતા એવી વાત સોશ્યલ મીડિયા પર જાણવા મળી છે. આ વિડિયો જોઈને સોશ્યલ મીડિયા પર લોકો આવો સ્ટન્ટ કરવા બદલ સ્ટુડન્ટ‍્સ પર ભડક્યા છે, પણ કોઈએ એવી કમેન્ટ કરી છે કે આ બધું જાણીજોઈને કરવામાં આવ્યું હોય એવું લાગે છે, કારણ કે છોકરાઓ જીપ પરથી પડ્યા પછીયે એનો ડ્રાઇવર ગાડી આગળ હંકારી મૂકે છે અને પડી ગયેલા છોકરાઓ પણ જાણે કંઈ ન બન્યું હોય એમ ઊભા થઈ જાય છે.

madhya pradesh bhopal national news news viral videos social media offbeat news