૧૨ વર્ષે બાળક આવ્યું એટલે ટ્રૉલી બૅગમાં સુવડાવી ૧૧૮ કિલોમીટરની જાત્રા કરી

09 October, 2024 05:38 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની એક ઘટના આસ્થાનું તાદૃશ સ્વરૂપ બની ગયું છે. નિઃસંતાન દંપતીએ જોગણિયા માતાની માનતા માની હતી. ૧૨ વર્ષે તેમના ઘરે બાળકનો જન્મ થયો એટલે માનતા પૂરી કરવા માટે તેમણે નવજાત બાળકને લઈને જાત્રા શરૂ કરી હતી.

નવજાત શિશુને ટ્રૉલી બેગમાં કરાવી જાત્રા

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની એક ઘટના આસ્થાનું તાદૃશ સ્વરૂપ બની ગયું છે. નિઃસંતાન દંપતીએ જોગણિયા માતાની માનતા માની હતી. ૧૨ વર્ષે તેમના ઘરે બાળકનો જન્મ થયો એટલે માનતા પૂરી કરવા માટે તેમણે નવજાત બાળકને લઈને જાત્રા શરૂ કરી હતી. ૧૧૮ કિલોમીટરની પગપાળા યાત્રા કરવાની હતી અને એમાં પતિ-પત્ની બન્નેએ પગમાં ચંપલ પણ નહોતાં પહેર્યાં. જોકે સાથે બાળક હતું એટલે તેને સાચવવા માટે ટ્રૉલી બૅગમાં સુવડાવી દીધું હતું. નવજાતને ટ્રૉલી બૅગમાં લઈ જતું જોઈને અન્ય પદયાત્રીઓ અને ભંડારો કરનારા લોકો પણ ચકિત થઈ ગયા હતા.

rajasthan national news social media offbeat news news