01 February, 2025 03:40 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરના દિવ્યાંગ ટૅક્સી-ડ્રાઇવર રાકેશની સર્વિસ આપવાની અને કામ કરવાની અનોખી રીત
બૅન્ગલોરના દિવ્યાંગ ટૅક્સી-ડ્રાઇવર રાકેશની સર્વિસ આપવાની અને કામ કરવાની અનોખી રીત વિશે રાકેશની ટૅક્સીમાં બેસનાર એક વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર પોતાનો અનુભવ શૅર કર્યો છે અને એ વાંચીને બધા એ ટૅક્સી-ડ્રાઇવરનાં વખાણ કરી રહ્યા છે.
રાકેશ ડિસ્કાઉન્ટ રેટમાં ઍરપોર્ટ-રાઇડ આપે છે અને પોતાની ટૅક્સીમાં બેસનાર માટે તેણે પાણીની બૉટલ, નૅપ્કિન અને વાંચવા માટેનાં પુસ્તકો રાખ્યાં છે. પોતે બોલી શકતો નથી એ વિશે અને બધી સેવાઓ વિશે જણાવતું પોસ્ટર તેણે ટૅક્સીની સીટ પર ચોંટાડ્યું છે. તે બોલી શકતો નથી, પણ સુંદર સ્માઇલ આપીને ગ્રાહકનું સ્વાગત કરે છે. ચૅટ કરી શકવા માટે તેણે પોસ્ટર પર પોતાનો મોબાઇલ-નંબર લખ્યો છે તથા ઓન્લી ચૅટની સૂચના લખી છે અને રેટિંગ આપવાની વિનંતી પણ કરી છે.