સ્લીપ ચૅમ્પિયન બની બૅન્કર, ઇનામમાં મળ્યા ૯ લાખ રૂપિયા

05 October, 2024 12:26 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરમાં એક સ્ટાર્ટઅપ વેકફિટે સ્લીપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ યોજે છે અને આ એની ત્રીજી સીઝન હતી

બૅન્કર સૈશ્વરી પાટીલ

બૅન્ગલોરમાં સુસ્તી ભરાઈ જાય એવી એક સ્પર્ધા યોજાઈ હતી. એ સ્પર્ધા હતી સૌથી સારી અને સૌથી વધુ નીંદર કરવાની. બૅન્કર સૈશ્વરી પાટીલ આ સ્પર્ધા જીતીને ‘સ્લીપ ચૅમ્પિયન’ બની ગઈ છે અને ૯ લાખ રૂપિયાનો પુરસ્કાર જીતી ગઈ છે. બૅન્ગલોરમાં એક સ્ટાર્ટઅપ વેકફિટે સ્લીપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ યોજે છે અને આ એની ત્રીજી સીઝન હતી. એમાં ૧૨ સ્લીપ ઇન્ટર્ને ભાગ લીધો હતો. અત્યારની દોડાદોડ કરાવતી જીવનશૈલી અને અતિશય કામને કારણે લોકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી એટલે એને પ્રોત્સાહન આપવા માટે આ પ્રોગ્રામ થાય છે. એમાં સ્પર્ધકોને રોજ રાતે ૮થી ૯ કલાક સૂવાનું હોય છે અને દિવસમાં વધુમાં વધુ ૨૦ મિનિટની વામકુક્ષિ કરવાની હોય છે. સ્પર્ધકની નીંદરની પૅટર્ન કેવી છે એ જોવા માટે એક ગાદલું અને સ્લીપ ટ્રૅકર અપાય છે. તેમને સ્લીપ મેન્ટર પણ ફાળવાય છે.

bengaluru offbeat news national news